Search This Blog

Monday, July 25, 2011

ગુજરાતી ભોજન ...-4

મારા વ્હાલા મિત્રો ને જય શ્રી કૃષ્ણ ......

દીકરી વહાલનો દરિયો શીર્ષક જ ધણું બધું કહી જાંય છે , દીકરી અને તેના પ્રેમ અને ત્યાગ વિષે લખવા બેસીએ તો દિવસો ના દિવસો વીતી જાંય અને આ ફેસબુક ના પેજ પણ ખૂટી જાંય એવો વહાલ નો દરિયો છે આ દીકરી ...

આપણી ભારતીય સંસ્કૃતિમાં સમર્પણ છે, ત્યાગ છે. અને એવું જો કોઇ ત્યાગનું પાત્ર હોય તો તે દીકરી છે…આપણે ત્યાં એમ કહેવાય છે કે પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘરે જઇ દીવો કરે એને દીકરી કહેવાય.દીકરો બે કુળને તારે છે—બાપના કુળને અને મોસાળના કુળને… અને દીકરી ત્રણ કુળને તારે છે—બાપના, સાસરાના અને મોસાળના.

માટે જ મારા લાડીલા ભીખુદાનભાઈ ગઢવી એ બહુ જ સરસ વાત કરી છે કે " જેનું જીવન જ સંપૂર્ણ ત્યાગથી શોભતું હોય છે એને ત્યાગમાં આનંદ આવે છે . અને આનંદ આવે એને જ ત્યાગ કહેવાય. એટલે તો કીધું છે કે દીકરીવિદાયનો પ્રસગ એ મંગલ કરુણ પ્રસંગ છે. એ કરુણા મંગલ છે."

દીકરી તારી કાલી કાલી બોલી તારા બાળ ગીતો નું ગુંજન હજુ મારા કાને પડે છે , હું જયારે તારી સ્કુલ માં તને લેવા આવતો ત્યારે એકસરખા યુંનીફોમ માં તને શોધવા માં મારી આંખો આકુલ વ્યાકુળ થઇ જતી અને એવા માં તું દોડી ને આવી ને મને વળગી જતી અને કાલુ કાલુ તે સ્કુલ નું વર્ણન આજે પણ યાદ છે . દીકરાઓ મોટા થતા જાંય છે તેમ બોલતા થાય છે પણ દીકરીઓ મોટી થાય છે તેમ તેમ મૌન થતી જાંય છે , જે માતા-પિતા દીકરી નું મૌન સમજી શકે તેને શાસ્ત્રો નો શબ્દ સમજાવો જરૂરી નથી ..

ભારતના કણ્વઋષિ પણ શકુંતલાની વિદાય વખતે રોઇ પડ્યા હતા. એમણે તો સંસારનાત્રાગડા તોડી નાખ્યા હતા અને એ તો પાલક પિતા હતા, વૈરાગી હતા. છતાં શકુંતલાની વિદાય વખતે એમનું હૈયું હાથ રહ્યું નથી. તે ધ્રુસકે ધ્રુસકે રોઇ પડ્યા છે. કારણકે દીકરી તેમના માટે વહાલનો દરિયો હતી.

મોડી રાત્રી સુધી સિલાઈ મશીન પર કામ કરતી બેના ને જયારે પાપા કહે છે કે બેટા હવે સુઈ જા...ત્યારે બેના એટલું બોલે છે " પાપા હું સૌથી મોટી છું ઘર માં માટે હું તમારી દીકરી નહિ પણ દીકરો બની ને ઉભી રેહવા માંગું છું અને મારા લડકા ભાઈ ને સારી શાળા માં ઉચ્ચ શિક્ષા મળે માટે મને આજે એટલું પૂરું કરી લેવા દો" આ શબ્દ જયારે જયારે કાને પડે છે ત્યારે આંખ ભરાઈ આવે છે આ વાત માત્ર અને માત્ર દીકરી જ બોલી શકે ..જેના જીવનમાં ઊંડે ઊંડે—સાતમે પાતાળ પણ અપેક્ષા નથી. અને જેના જીવનમાં સમર્પણનાઅને ત્યાગના તરંગો ઊછળે છે, ગમે તેવી મુશ્કેલીમાં અને પ્રલય જેવા દુખમાં પણ જે મર્યાદા મૂકતી નથી એવો વહાલનો દરિયો એટલે દીકરી….

હવે કી-બોર્ડ પાણી વાળું થાય એ પેહલા અહી અટકું છું

જગત ની તમામ લક્ષ્મી અને શક્તિ રૂપી દીકરીઓ અને બેહનો ને સોની નેમીશ  ના કોટી કોટી વંદન ....જય શ્રી કૃષ્ણ ....

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...