Search This Blog

Showing posts with label GUJRATI BHOJAN. Show all posts
Showing posts with label GUJRATI BHOJAN. Show all posts

Tuesday, September 13, 2011

ગુજરાતી ભોજન ...-12

આપણા ભણતર ને લગતા ગીતો
સ્કુલ - યે ગલિયા યે ચોબારા,યહા આના ના દોબારા....
ટ્યુશન - ઇધર ચલા મે ઉધર ચલા.....
ગણીત - અજીબ દાસ્તા હે યે,કહા શુરૂ કહા ખતમ.......
વિજ્ઞાન - આ ખુસી સે ખુદખુસી કરલે....
ભુગોળ - મુસાફિર હુ યારો.........
અર્થસાસ્ત્ર - ક્યુ પૈસા પૈસા કરતી હે,પૈસે પે ક્યુ મરતી હે.......
પરીક્ષા - જહરીલી રાતે નિંદ ઉડજાતી હે.......
પરીણામ -જીયા ધડક ધડક જાયે.....
પાસ - આજ મે ઉપર આસમા નીચે......
ફેલ - જગ સુના સુના લાગે........

Sunday, September 4, 2011

ગુજરાતી ભોજન ...-11



હું નેમીશ સોની ....


ગઈ કાલની ચર્ચાઓ મારા કાને પડી .. (આજે શિક્ષણ નામ ની વસ્તુ કઈ રહી જ નથી ,શિક્ષણ ના નામ થી  ધંધા માં  હરીફાઈ છે આજે શિક્ષણ વસ્તુ  વસ્તુ કેવાય છે શિક્ષણ નથી કેવતી ...સ્કૂલો માં શિક્ષકોએ જાણે કેમ કમાવા ના  ધંધા ચાલુ કરી નાખ્યા હોય.. ભણતર ભાર રૂપ છે,મોંઘુ છે.તેમાં પણ ભ્રષ્ટાચાર જ છે.. આજે કોઈ બાળક નું શિક્ષણ સારી સ્કૂલો માં  કરવું હોય તો  ગરીબો ને દિવસે તારાઓ દેખાવા માંડે છે. ..તેમાં પણ  જો લાંચ રીસ્વત આપવી પડે તો પતી ગયું સાહેબ ... )

યાર કાલે હોલીડે છે ખબર છે ને?

હા,ખબર છે હો કાલે ટીચર્સ ડે છે.

ટીચર્સ ડે નું નામ ટોર્ચર ડે રાખી દેવાય હે હે હે...

કેમકે ટીચર આપને ટોર્ચર જ કરતા હોય......

પછી ક્યાં ટીચર કેવા હેવી પ્રોજેક્ટ કરાવે, ક્યાં ટીચર કેટલું લેન્ધી હોમવર્ક આપે, ક્યાં ટીચર ફટાફટ બોર્ડ સાફ કરી નાખે

તેવી ચર્ચાઓ ઘણી વાર ચાલી...





Sunday, August 28, 2011

ગુજરાતી ભોજન ...-10 bulk



કાલ સવારે મુખવાસ ખાતો ,,
એ આજે માવો અને પાન ખાતો થઈ ગયો..!!
.
ધુમાડાથી દુર ભાગતો ,,
એ આજે સિગારેટ પિતો થઈ ગયો..!!
.
ચોપડા ઉચકતો એ,,
આજે બોસ પાછળ-્પાછળ ભાગતો થઈ ગયો..!!
.
૧૦ વાગયે સુઈ જાતો ,,
આજે ૧૧ વાગે જમતો થઈ ગયો..!!
.
તો પણ બાપા ગર્વ થી કહે છે કે,,
મારો દિકરો તો આજે નોકરી કરતો થઈ ગયો..!!!

------------------------------
એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત ,
પગલાં બની ગયા છે, તમારા ચરણના દોસ્ત.

ઊભરો રહે ન દિલમાં, ન બદનામીનો ડર,
શોધુ છું ભેદ કહેવાને, નબળાં સ્મરણના દોસ્ત .

એના લીધે નીભાવી લીધી કંઈક દોસ્તી,
બાકી અમે અહીં હતા, બસ એક જણના દોસ્ત.

હિમંતની એ ઊણપ હો કે કિસ્મતની વાત હોય,
ખાબોચિયામાં તરમાં દીઠા છે ઝરણનાં દોસ્ત.

એનું થવાનું એ જ કે પટકાશે આમતેમ,
દરિયાનાં મોજેમોજાં થયા છે તરણના દોસ્ત.

તારા લીધે ખુવાર થયો છું જહાનમાં,
ઢાંકણ એ ભેદ ના, બૂરા આચરણના દોસ્ત.

ઓ દોસ્ત ! કોઈ દોસ્તનો નથી એમાં કસૂર,
વાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત.

ક્યારે વજન હું એમનું પામીશ શું ખબર ?
કંકર લઈને તોળું છું લાખ મણના દોસ્ત.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’
મોટા બની ગયાં છે બધાં બાળપણના દોસ્ત.

------------------------------------------------
હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !
------------------------------------
શું કામ? શું કામ?
આટલો શોરબકોર?
શું કામ આટલો ઉત્પાત?
ઈશ્વરની એક ભેટની તો કદર કરો
તમને હ્રુદય શું કામ આપ્યું છે?
હૃદયની ફરજ હૃદયને બજવવા દો
હૃદયન ફરજ હૃદય જાણે છે
એની ફરજ છે પ્રેમ
પ્રેમ એજ હૃદયનો પોર્ટફોલિયો છે
હૃદયનાં એ કીમતી ખજાનાને સંભાળો
પ્રેમ આપીને પ્રેમનો પટારો છલકાવો....
--------------------------------------
પડછાયા કદી ગભરાતા નથી,
બશ અંધારા મા એ દેખાતા નથી.

છેતરવા ગયા મારી જાતને કદી પણ,
છેતરાયેલા ફરી છેતરાતા નથી.

કાદવ એ કમળ ખીલવી જાણે છે,
ફકત અદ્રશ્ય રહી ઇશ્રવર પુજાતા નથી.

કોણ કહે છે કે એમને નથી આવતી અમારી યાદ,
અમેજ બોલાવતા નથી.
---------------------------------
કયા હતુ સદ્ભાગ્ય કે તારા પ્યાર ને પામી શકુ ?

ને સરાજાહેર તારા હાથ ને થામી શકુ.

આપને સંબંધ ની આ કઇ અવસ્થા પર ઉભા ?

તુ બધુ માંગે, અને હુ કંઈ જ ના આપી શકુ.
---------------------------------
અસિતગિરિસમં સ્યાત કજ્જલં સિન્ધુપાત્રે
સુરતરૂવરશાખા લેખની પત્રમુર્વી,
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં
તદપિ તવ ગુણાનામીશ! પારં ન યાતિ. [૩૨] શિવમહિમ્ન

હે ભગવાન! કદાચ સરસ્વતી સુમેરૂ પર્વત જેટલું કાજળ મહાસાગરરૂપી પાત્રમાં નાખી કલ્પવૃક્ષની ડાળીરૂપ કલમ બનાવી પછી પૃથ્વિરૂપ કાગળ લઈ,આપના ગુણો સદાકાળ લખે તો પણ આપના અલૌકિક અનંત ગુણોનો તે પાર ન પામે.તો અમારૂ તો શું સામર્થ્ય છે? કે ગુણોનું વર્ણન કરી શકે?
------------------------------------------------
જાગો જાગો જન!જુઓ ગઈ રાત વહી,
રાત વહી ને ભોર થઈ.........જાગો...
હિમ-ડુંગરનાં શિખરો ઝળક્યાં,
મરક મરક વનરાજી થઈ,
સાગર જાગ્યો ભૈરવ રાગે,
ઝરણ જલે નવ ઝલક ધરી.
દૂરે દૂરે ઝાલર બાજે,
ક્યાંક બાજી શરણાઈ રહી,
વન ઉપવનમાં ફૂલડાં જાગે,
પવન ફરે પમરાટ લઈ.
શ્યામલ વરણી પલટી ધરણી,
તેજ તણા શણગાર કરી,
જાગે છે નવ જોમ ગગનમાં,
લાલ રંગ સૌ અંગ ધરી.

~~~~~~~~~શુભ સવાર મિત્રો~~~~~~~~~~
---------------------------------------------
સાખીઃ- હાડ જલે જ્યો લકડી,કેશ જલે જ્યોં ઘાસ,
સબ જગ જલતા દેખકર,જાયે કબીર ઉદાસ.


આગે લકડી પીછે લકડી,દેખ તમાશા લકડીકા
ગર્ભવાસમેં આયા જભી નર,તો માત-પિતા કો ચિંતા હુઈ,
પુત્રકે લીયે ઉસને ઘડાયા,એક હિંડોલા લકડી કા
આગે લકડી..........
૩ બરસકા હુઆ જભી નર,તો માડી ગોદમેં ખેલને લગા
પુત્રકે લિયે લાયા ખિલૌના, ચકલી ભંવરા લકડીકા.
આગે લકડી..........
૫ બરસકા હુઆ જભી નર, તો સ્કુલમેં પઢને લગા
પુત્રકે લિયે લયા પિતાને, પાટી બરતણા લકડીકા
આગે લકડી...........
૨૦ બરસકા હુઆ જભી નર,તો શાદીકી તૈયારી ભઈ
મોટર પર બૈઠા વરરાજા, મંડપ બનાયા લકડીકા
આગે................
૬૦ બરસકા હુઆ જભી નર, તો લકડીકે સહારે ચલને લગા
ઉઠને લકડી, બેઠને લકડી,એક સહારા લકડીકા
આગે...............
૮૦ બરસકા હુઆ જભી નર,તો મરનેકી તૈયારી ભઈ
ન્રીચે લકડી,ઉપર લકડી,તકીયા બનાયા લકડીકા
આગે................
સભી જીંદગી ચલી ગઈ,પ્રભુકા નામ નહીં ગાયા,
કહત કબીરા સુનો ભઈ સાધો, તુજકો મરના લકડીકા.
આગે................
.

પુત્રકે લિયે લાતા પિતાને, પાટી બરતણા લકડી કા
૨૦ બરસકા હુઆ જભી નર, તો શાદીકી તૈયારી ભઈ
મોટર પર બેઠા વરરાજા,મંડપ બધાયા લકડીકા
-----------------------------------------
દરરોજ બે કે ત્રણ ગ્લાસ બિયર પીવાથી શરીરમાં તંદુરસ્તી જળવાય છે અને ડાયાબિટીસ તેમજ હાઈ બ્લડપ્રેશરનું જોખમ દૂર કરી શકાય છે તેવું બ્રિટનના તબીબોનું તારણ છે. ડૉકટરોના જણાવ્યા મુજબ જો બિયરનું મર્યાદિત સેવન કરવામાં આવે તો શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ જળવાય છે, જો યોગ્ય ડાયેટ સાથે બિયરનું સેવન કરવામાં આવે તો વજનમાં પણ ઘટાડો થાય છે.

મહિલાઓએ બે અને પુરુષોએ ત્રણ ગ્લાસ પીવાથી તંદુરસ્તી જળવાય છે
------------------------------------------------
કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે ચાંદથી સુંદર બની જા;
જગે પુજાવું જો હોય તારે
મટી જા માનવી પથ્થર બની જા.
-----------------------------------------
ઉઘાડા પગે ચાલતા માણસને થાય, કે “ચપ્પલ મળે તો સારુ.”

પછી થાય, “સાયકલ હોય તો સમય બચી જાય.”

પછી થાય, “મોપેડ આવી જાય તો થાક તો ના લાગે.”

પછી વિચારે, “ટુવ્હીલર હોય તો વાતો કરતા-કરતા રસ્તો પસાર થઈ જાય.”

પછી એમ લાગે, “ફોર વ્હીલર આવી જાય તો રસ્તે ગરમી-ઠંડી-વરસાદ તો ના નડે.”

પછી લાગે, “વિમાન હોય તો ટ્રાફિક તો ના નડે.”

વિમાનમાંથી દેખાતા ઘાસના મેદાનો જોઈને વિચારે, “ખુલ્લા પગે ઘાસમાં ચાલવાની નિરાંત
--------------------------------------------
મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
---------------------------------------
ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.
-----------------------------------
સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું છું.

- ઘાયલ
-----------------------------------
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

- ધાયલ
----------------------------------
સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

- અમૃત ઘાયલ
--------------------------------------
જાગજો!જાગજો નવે પ્રભાત જાગજો,
ઘોર અંધકાર જાય,તેજ મુક્તિના છાવાય;
ધન્ય ઘડી ના ચૂકાય....... જાગજો...
ભારતને અંગ અંગ,ઊઠે હર્ષના તરંગ;
રોમ રોમમાં ઉમંગ...... જાગજો.......
દેશ દેશ મંગલમ વિશ્વ સર્વ મંગલમ,
મંગલમ સુમંગલમ ગજવજો.......જાગજો.....
-----------------------------------
એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,

ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;

ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,

તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.

હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,

કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;

એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,

ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.
-----------------------------
ક્યારેક તું યાદ બની ને સામે આવી જાય છે

ક્યારેક અદર્શય બની ને મને મળી જાય છે

કેમ કરી ને ભુલાવું તને મારા જીવન માંથી

જયારે પણ કોશિશ કરું છું તું આત્મસાત થઈ જાય છે
------------------------------------
તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,

નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.

હજારો છે દુશ્મન અહીં મારા માટે,

પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે ?

????
-----------------------------





Friday, August 19, 2011

ગુજરાતી ભોજન ...-9




અજીબ દુનિયા..!!! :-
ખમણ ખાવાથી તબીયત બગડે છે તો માણસ ખમણ છોડી દે છે..
પણ પૈસાને કારણે કો'ક સાથે સબંધ બગડે તો માણસ પૈસાને નહીં પણ એ વ્યક્તિને જ છોડી દે છે






Monday, August 8, 2011

ગુજરાતી ભોજન ...-8




બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં.

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.




Monday, August 1, 2011

ગુજરાતી ભોજન ...-7

દિલ પુછે છે મારૂ,અરે દોસ્ત તૂ ક્યા જાય છે?
જરાક તો નજર નાખ,સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે,ના તહેવાર સચવાય છે.
દિવાળી હોય કે,હોળી બધુ ઑફીસ મા ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતુ પણ હદ તો ત્યારે થાય છે
લગ્ન ની મળે કંકોત્રી ત્યા શ્રીમંત મા માંડ જવાય છે.
દિલ પુછે છે મારૂ,અરે દોસ્ત તૂ ક્યા જાય છે?

પાંચ આંકડા નો પગાર છે પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યા વપરાય છે.
પત્ની નો કૉલ ૨ મિનિટ મા કાપીયે પણ ક્લાઇંટ કૉલ ક્યા કપાય છે.
ફોનબુક ભરી છે મિત્રો થી પણ કોઈનાય ઘરે ક્યા જવાય છે,
હવે તો ઘર ના પ્રસંગ પણ હાફ ડે મા ઉજવાય છે,
દિલ પુછે છે મારૂ,અરે દોસ્ત તૂ ક્યા જાય છે?

કોઈને ખબર નથી આ રસ્તો ક્યા જાય છે,
થાકેલા છે બધા છતા,લોકો ચાલતા જે જાય છે,
કોઈને સામે રૂપિયા તો કોઈને ડૉલર દેખાય છે,
તમે જ કહો મિત્રો શુ આને જ જિંદગી કહેવાય છે,
દિલ પુછે છે મારૂ,અરે દોસ્ત તૂ ક્યા જાય છે?

બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પુછ્સે સંસ્કૃતી કોને કહેવાય છે?
ઍક્વાર તો દિલ ની સાંભળો,બાકી મનડુ કાયમ મુંજાય છે,
ચાલો જલ્દી નિર્ણય લેયૈ મને હજી સમય બાકી દેખાય છે,

દિલ પુછે છે મારૂ,અરે દોસ્ત તૂ ક્યા જાય છે?
જરાક તો નજર નાખ,સામે કબર દેખાય છે.

Monday, July 25, 2011

ગુજરાતી ભોજન ...-6

કાળજાનો કટકો/કવિ દાદ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,

મમતા રુએ જેમ વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…

કાળજા કેરો કટકો મારો….

છબતો નઇ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો;

ડુંગરા જેવો ઊંબરો લાગ્યો, માંડ ઓળંગ્યો….

કાળજા કેરો કટકો મારો….

બાંધતી નઇ અંબોડલો, ભલે હોય ઇ છૂટી ગ્યો;

રાહુ થઇ ઘૂંઘટડો મારા, ચાંદને ગળી ગ્યો-

કાળજા કેરો કટકો મારો….

આંબલી પીપળ ડાળ બોલાવે, એક વાર સામું જો;

ધૂબકા દેતી જે ધરામાં, ઇ આરો અણહોરો–

કાળજા કેરો કટકો મારો….

ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;

ધારથી હેઠી ઊતરી ધીડી, સૂરજ ડૂબી ગ્યો–

કાળજા કેરો કટકો મારો….

લૂંટાઇ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ’ હું જોતો ર્યો;

જાન ગઇ જાણે જાન લઇ; હું તો સૂનો માંડવડો—

કાળજા કેરો કટકો મારો

ગુજરાતી ભોજન ...-5

આ દીકરીઓ મોટી કેમ થઈ જતી હશે?
વ્હાલના વિશાળ દરીયામાંથી
સમજણની સરિતા કેમ થઈ જતી હશે?
મારે ઘેર ક્યારે આવશો પૂછવું હતું,
તો ક્યારેય તમને નહી છોડું શીદને કહેતી હશે?
આ દીકરીઓ મોટી…
હમણાં તો ચોકલેટ માટે એને લડતો,
ને આજ દવા માંટે કેમ મને ખખડાવતી હશે?
આ દીકરીઓ મોટી…
આમ જુઓ તો મારી જ છે એ સુંગધ
પણ ફોરમ બની એના ઘરે કેમ પ્રસરાઇ જતી હશે?
મારા મતે તો એ સાવ ગાંડી ને ઘેલી,
તોય વગર કહે સઘળું સમજી કેમ જતી હશે?
આ દીકરીઓ મોટી…
 
 
------------------------------------
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી......

ગુજરાતી ભોજન ...-4

મારા વ્હાલા મિત્રો ને જય શ્રી કૃષ્ણ ......

દીકરી વહાલનો દરિયો શીર્ષક જ ધણું બધું કહી જાંય છે , દીકરી અને તેના પ્રેમ અને ત્યાગ વિષે લખવા બેસીએ તો દિવસો ના દિવસો વીતી જાંય અને આ ફેસબુક ના પેજ પણ ખૂટી જાંય એવો વહાલ નો દરિયો છે આ દીકરી ...

આપણી ભારતીય સંસ્કૃતિમાં સમર્પણ છે, ત્યાગ છે. અને એવું જો કોઇ ત્યાગનું પાત્ર હોય તો તે દીકરી છે…આપણે ત્યાં એમ કહેવાય છે કે પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘરે જઇ દીવો કરે એને દીકરી કહેવાય.દીકરો બે કુળને તારે છે—બાપના કુળને અને મોસાળના કુળને… અને દીકરી ત્રણ કુળને તારે છે—બાપના, સાસરાના અને મોસાળના.

માટે જ મારા લાડીલા ભીખુદાનભાઈ ગઢવી એ બહુ જ સરસ વાત કરી છે કે " જેનું જીવન જ સંપૂર્ણ ત્યાગથી શોભતું હોય છે એને ત્યાગમાં આનંદ આવે છે . અને આનંદ આવે એને જ ત્યાગ કહેવાય. એટલે તો કીધું છે કે દીકરીવિદાયનો પ્રસગ એ મંગલ કરુણ પ્રસંગ છે. એ કરુણા મંગલ છે."

દીકરી તારી કાલી કાલી બોલી તારા બાળ ગીતો નું ગુંજન હજુ મારા કાને પડે છે , હું જયારે તારી સ્કુલ માં તને લેવા આવતો ત્યારે એકસરખા યુંનીફોમ માં તને શોધવા માં મારી આંખો આકુલ વ્યાકુળ થઇ જતી અને એવા માં તું દોડી ને આવી ને મને વળગી જતી અને કાલુ કાલુ તે સ્કુલ નું વર્ણન આજે પણ યાદ છે . દીકરાઓ મોટા થતા જાંય છે તેમ બોલતા થાય છે પણ દીકરીઓ મોટી થાય છે તેમ તેમ મૌન થતી જાંય છે , જે માતા-પિતા દીકરી નું મૌન સમજી શકે તેને શાસ્ત્રો નો શબ્દ સમજાવો જરૂરી નથી ..

ભારતના કણ્વઋષિ પણ શકુંતલાની વિદાય વખતે રોઇ પડ્યા હતા. એમણે તો સંસારનાત્રાગડા તોડી નાખ્યા હતા અને એ તો પાલક પિતા હતા, વૈરાગી હતા. છતાં શકુંતલાની વિદાય વખતે એમનું હૈયું હાથ રહ્યું નથી. તે ધ્રુસકે ધ્રુસકે રોઇ પડ્યા છે. કારણકે દીકરી તેમના માટે વહાલનો દરિયો હતી.

મોડી રાત્રી સુધી સિલાઈ મશીન પર કામ કરતી બેના ને જયારે પાપા કહે છે કે બેટા હવે સુઈ જા...ત્યારે બેના એટલું બોલે છે " પાપા હું સૌથી મોટી છું ઘર માં માટે હું તમારી દીકરી નહિ પણ દીકરો બની ને ઉભી રેહવા માંગું છું અને મારા લડકા ભાઈ ને સારી શાળા માં ઉચ્ચ શિક્ષા મળે માટે મને આજે એટલું પૂરું કરી લેવા દો" આ શબ્દ જયારે જયારે કાને પડે છે ત્યારે આંખ ભરાઈ આવે છે આ વાત માત્ર અને માત્ર દીકરી જ બોલી શકે ..જેના જીવનમાં ઊંડે ઊંડે—સાતમે પાતાળ પણ અપેક્ષા નથી. અને જેના જીવનમાં સમર્પણનાઅને ત્યાગના તરંગો ઊછળે છે, ગમે તેવી મુશ્કેલીમાં અને પ્રલય જેવા દુખમાં પણ જે મર્યાદા મૂકતી નથી એવો વહાલનો દરિયો એટલે દીકરી….

હવે કી-બોર્ડ પાણી વાળું થાય એ પેહલા અહી અટકું છું

જગત ની તમામ લક્ષ્મી અને શક્તિ રૂપી દીકરીઓ અને બેહનો ને સોની નેમીશ  ના કોટી કોટી વંદન ....જય શ્રી કૃષ્ણ ....

Sunday, July 24, 2011

ગુજરાતી ભોજન ...-3

એક દિ’ ભગવાને મને
કહ્યું કે સંતાકૂકડી રમીએ?
મેં કહ્યું હા,
ચાલ ટોસ ઉછાળ.
એણે ટોસ ઉછાળ્યો.
ને દાવ મારા માથે.
હું આંખો મીચી ગણવા માંડ્યો,
એક,બે, ત્રણ ,ચાર …………………સો સુધી.
હું અને મારી માણસજાત વર્ષો થી એને શોધીએ છીએ.
ને એ મળતો નથી.
------------

Saturday, July 23, 2011

ગુજરાતી ભોજન ...-2

જય શ્રી કૃષ્ણ મિત્રો ,

૨૧ મી સદી વિચારો અને જ્ઞાન ની સદી છે , વતૅમાન સમયની આ ભાગદોડ ભરી જિંદગી એ પ્રત્યેક મનુષ્ય માટે એક યુધ્ધભૂમિ સમાનબની છે. તેમાં કટોકટીની ક્ષણોમાં મન,બુધ્ધિ,ધીરજ,આત્મવિશ્ર્વાસ,ધ​્યેય,આત્મપ્રતિકારક્ષમતા વગેરે ગુણોએ શસ્ત્ર તરીકે વર્તે છે અને સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા જીવનરૂપીરથમાં સારથીની ગરજ પૂરી પાડે છે.પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આજીવન ગૃહસ્થીમાં રહીને પોતાના કતૅવ્યનું પાલન કેવી રીતે કરવું તે સમજાય છે.

ધણા સમય થી ધણા બધા મિત્રો ની એક ઈચ્છા હતી કે મારા ગીતા જ્ઞાન " કૃષ્ણ મારી દ્રષ્ટી એ " ના વર્કશોપ ના અંશો નો લાભ ફેસબુક મિત્રો ને મળે અને આજ ના આ આધુનિક માધ્યમ થકી આ કામ સરળ બની રહે છે . આ ગ્રુપ બનાવા પાછળ નો હેતુ દરેક મિત્રો પોતાના જ્ઞાન ને અહી એક બીજા ને આપલે કરી શકે અને જીવન જીવવાની કળા માં ભારત ના આવા યુગ પુરુષ શ્રી કૃષ્ણ પાસે થી શીખી ને પોતાના જીવન ને મેહકતો બાગ બનાવી શકે છે .

આ ગ્રુપ માં મારા કે અન્ય કોઈ પણ દ્વારા પીરસવામાં આવતા જ્ઞાન થકી આપના જીવન માં જો થોડો પણ બદલાવ આવે તો આપ અચૂક જણાવજો ...ત્યારે આપના કરતા પણ વધારે ખુશી આ પૃથ્વી પર મને થશે અને મારો મનુષ્ય જન્મ સાચા અર્થ માં સાકાર થશે .

આ ગ્રુપ માં જીવન માં શીખવા જેવી પ્રેરણાત્મક વાતો જ પોસ્ટ કરવી

વડીલમિત્રોના પ્રોત્સાહનથી શરૂ કરેલ આ ગ્રુપ રૂપી છોડ પર આપના પ્રતિભાવોનું સિંચન તેને વૃક્ષ બનવામાં મદદરૂપ કરશે.

આપ આપના મિત્રો ને આમાં સામેલ કરી ને એક પુણ્ય ના કામ ના ભાગીદાર બની શકો છો જેથી કરી ને વધારે માં વધારે લોકો સુધી આ ભારત ના અદભુત ખજાના નો લાભ લોકો લઇ ને પોતાના જીવન ને ધન્ય બનાવી શકે .....

આપ સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.....

ગુજરાતી ભોજન ...-1

હુ તો તારી વાટ જોઉ છું મારા વ્હાલા.....(ઇશ્વર ની વ્યથા)............. હે મારા સંતાન , તુ રાત્રીનો મસ્ત મઝાનો આરામ કરીને જાગ્યો., ત્યારે મને થયુ કે આજનો દિવસ જીવનની તક આપી તે બદલ તુ મને યાદ કરીશ ........પણ તુ તો ઉઠતાની સાથે જ છાપુ લઇને બેસી ગયો ....મને થયુ કે ચાલો છાપુ વાંચીને મને યાદ કરશે .....પણ તારા દુરના મિત્રોને મળવા અને વાતો કરવા Facebook મા તારા notifications check કરવા મસ્ત બની ગયો.... ત્યા જ અંદરથી અવાઝ આવ્યો કે સ્નાન કરી લો નાસ્તો તૈયાર છે ....અને તુ દૈનીક ક્રિયાઓ મા મસ્ત બની ગયો.......મને થયુ કે હવે fresh થાઇને મારો વ્હાલો મને યાદ કરશે ....પણ તારે તો પાછી ભાગદોડ ઓફિસ જાવા માટે થાય છે........મને થયુ કે ઓફિસમા વચ્ચે ક્યાક 5 મિનિટનો સમય મળતા તુ મને યાદ કરીશ... પણ ત્યારે તો તુ ચા ની ચુસકી લેવા મા અને સાથીદારો જોડે વાતો અને ગપાટામા મસ્ત બની ગયો.....હુ તને જોઇ ને ખુબ જ રાજી થાતો હતો કે મારો દિકરો કેટલો ખુશ છે ...ભલે મને યાદ ન કરે પણ હુ તો યાદ કરુ જ છુ ને !!!!!!!!!!!! સાંજે થાકીને ઘરે આવ્યો તુ.....ત્યારે મને થયુ કે હવે મારો વ્હાલો મને જરુર યાદ કરશે નિરાંતે પણ આ શુ ??? તુ તો ફરી Facebook મા મગ્ન થઇ ગયો......... સાંજ ધળતાની સાથે ધણા બધા અવાઝો પછી તુ dinner લેવા ગયો ....અને આવીને પાછો facebook મા.. તુ એટલો બધો તલ્લીન થઇ ગયો કે હુ તો ઠીક અદ્રશ્ય છુ પણ તારી નજીકના ને પણ તુ ભુલી ગયો...તારુ બાળક તને કાંઇક પુછતુ હતુ , તારો પ્રેમ ઝંખતુ હતુ પણ તે તેના પર ધ્યાન જ ન આપ્યુ .... તારી post ને કેટલા like કરે છે અને કેટલા comments કરે છે તેમા જ ધ્યાન હતુ ....અને તારા પરિવાર વાળા પણ થાકી ને , તારા પ્રેમ ની અભિલાષામા સુઇ જાય છે પણ તારે તો તુ ભલો ને facebook ભલી........... જ્યારે તારી આંખો ભારે થાવા લાગે છે.....ત્યારે તુ પણ ખુબ જ થાકનો અનુભવ કરે છે અને facebook માથી બહાર આવી પથારી મા પડે છે ...ત્યારે હુ ખુબ જ ખુશ થાવ છુ કે હાશ હવે મારો દિકરો મારો વ્હાલો મને યાદ કરશે ..........પણ આ શુ ??? તુ તો પથારી મા પડતાની સાથે જ થાકના કારણે નિંદ મા સરી પડે છે......!!!!!!!!!!! હુ તો તારી વાટ જોતો જ રહી ગયો......!!!!!!!!! આ જ ક્રમ બીજા દિવસે અને હજી સુધી ચાલુ જ છે....મારા વ્હાલા.... પણ હુ કાયમ તારી વાટમા જ છુ અને હંમેશા રહીશ મારા દિકરા ....મારા વ્હાલા...... લી. ઇશ્વર 
---------------------------------------------------------

Related Posts Plugin for WordPress, Blogger...